R. S. J. C. Munshi Sarvajanik Primary School

Sports Day 2025


Sports Day 2025



રમતોત્સવનું આયોજન  17/01/2025

          સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી. મુનશી  સાર્વજનિક  પ્રાયમરી શાળામાં પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે તારીખ 17/01/2025ને શુક્રવાર ના રોજ વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમતનું મહત્વ સમજે તે હેતુથી રમતોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. શાળાના લોકલ કમિટીના ચેરમેન શ્રીમતી ભદ્રાબેન  જોશી અને શાળાના આચાર્ય શ્રીમતી નિશિતાબેન દલાલના હસ્તે રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બંને ટીમોને મેડલ આપી નવાજવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકો તથા વાલીઓએ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા દ્વારા દૂધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.