
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી.મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળામાં તારીખ : 28/02/2025 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો વિશે જાણકારી મેળવે તથા જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે હેતુસર વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. વકૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન પટેલ અને રીટાબેન ચૌધરી કર્યું હતું.શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી નેહાબેન દેસાઈએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી રોહનભાઈ લાડવીયાએ વિજ્ઞાનની અવનવી શોધો વિશે સમજાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
![]() |
![]() |
![]() |
![]() |