
15/06/2024 ને શનિવારે શાળા સ્થાપના દિવસ ની ઉજવણી
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી.મુનશી સાર્વજનિક
પ્રાયમરી શાળામાં આજરોજ તારીખ 15/06/2024 ને શનિવારે શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કે.પી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ આશિયાબેન જનાબ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતિ નિશિતાબેન દલાલે શાળાના ઇતિહાસ વિશે જાણકારી આપી હતી અને શાળાના શિક્ષક શ્રી રોહનભાઈ લાડવિયાએ બાળકોને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશ જાણકારી આપી બાળકોના ઉજ્જવર ભવિષ્ય માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. શાળા તરફથી વિદ્યાર્થીઓને કપ કેક આપવામાં આવી હતી. કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી ધોરણ 1 થી 4 ના બાળકોને પેન્સિલ- કીટ અને ધોરણ 5 થી 8 ના બાળકોને બોલપેન આપવામાં આવી હતી.
Click Here..... For Photo Gallery