
વંદે માતરમ.... ભારત માતાકી જય ........
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી.મુનશી સાર્વજનિક પ્રાયમરી સ્કૂલ, સૌજન્ય કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના શાળામાં તારીખ : 26/ 01/2025 ને રવિવારના રોજ 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી નિશિતાબેન દલાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ.શાળાના વહીવટી કમિટીના અધ્યક્ષ શ્રીમતી ભદ્રાબેન જોશી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, વાલી મિત્રો તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શાળાના શિક્ષિકા શ્રીમતી નેહાબેન દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રીમતી ભદ્રાબેન જોશી તથા શાળાના આચાર્યા શ્રીમતી નિશિતાબેન દલાલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું . શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીટાબેન ચૌધરી અને શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
/WhatsApp%20Image%202025-01-27%20at%208-17-32%20AM%20(2).jpg)