R. S. J. C. Munshi Sarvajanik Primary School

Praveshotsav


Praveshotsav



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી .મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળામાં તારીખ 05 /07/2024 ને શુક્રવારે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વહીવટી કમિટીના અધ્યક્ષ શ્રીમતી ભદ્રાબેન જોશી તથા કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ આશિયાબેન જનાબ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા શ્રીમતિ નિશિતાબેન દલાલે પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. શાળાના શિક્ષિકા શ્રીમતિ તરુણાબેન પટેલે પ્રવેશોત્સવના ગીતનું ગાન કર્યું હતું. શાળાના વહીવટી કમિટીના અધ્યક્ષ શ્રીમતિ ભદ્રાબેન જોશીએ  બાળકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની સમજ આપી હતી.આ પ્રસંગે કે. પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન  તરફથી પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોને પાઠ્યપુસ્તકનો સેટ  આપવામાં આવ્યો હતો તથા ધોરણ 1 થી 8 ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શાળાના શિક્ષિકા શ્રીમતિ નેહાબેન દેસાઈએ આભાર વિધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ પ્રિયંકાબેન પરમારે કર્યું હતું.

Click Here..... For Photo Gallery