
કાનૂની જાગૃતિ કાર્યક્રમ (27/07/2024 ને શનિવાર)
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી. મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળામાં તારીખ 27/07/2024 ને શનિવારના રોજ ધોરણ 6 થી 8 ના બાળકોને તાલુકા કાનૂની સેવા સમિતિ, ચોર્યાસી દ્વારા આયોજિત કાનૂની જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં વકીલ શ્રી મનનભાઈ ચોકસી અને તેજલબેન શેઠ દ્વારા સાઇબર ક્રાઇમ વિશે ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ વગેરે દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનુનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે જાગૃતતા કેળવવાની સમજ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી નિશિતાબેન દલાલે મહેમાનનો પરિચય આપ્યો હતો તથા શિક્ષિકા શ્રીમતી નેહાબેન દેસાઈએ આભાર વિધિ કરી હતી.
Click Here...... For Photo Gallery