
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે. સી. મુનશી સાર્વજનિક પ્રાયમરી સ્કૂલમાં કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિ આશિયાબેન જનાબના સહયોગથી તારીખ : 12/12/2024 ને ગુરુવારે શાળાના વિદ્યાર્થીઓ માટે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચના વૈશાલીબેન દેવરે, પ્રથમ NGO સીતાબેન પરમાર, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના કાંતાબેન જોગડીયા દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી નિશિતાબેન દલાલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન પટેલે આભાર વિધિ કરી હતી.
Click here.... for photo Gallery