R. S. J. C. Munshi Sarvajanik Primary School

Fun Fair -2024


Fun Fair -2024



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવ સાહેબ જે.સી. મુનશી પ્રાયમરી શાળામાં તારીખ 10/02/ 2024 ને શનિવારના રોજ વિદ્યાર્થીઓમાં વ્યાપારિક કૌશલ્ય કેળવાય તે હેતુથી આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા વહીવટી કમિટીના અધ્યક્ષ શ્રીમતી ભદ્રાબેન જોશી, કે.પી.હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશના પ્રતિનિધિ આશિયાબેન જનાબ અને શાળાના આચાર્યા શ્રીમતી નિશિતાબેન દલાલે આનંદમેળાે ખુલ્લો મુક્યો હતો. કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આનંદમેળાનું ખૂબ જ સરસ આયોજન થયું હતું.શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આનંદમેળાને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો હતો.