
વૃક્ષ વાવો, જીવન બચાવો"
આજ રોજ તારીખ-20/9/2025 ને શનિવારના રોજ વિદ્યાર્થીઓ વૃક્ષનું મહત્વ સમજે તે હેતુથી આપણી શાળાના વહીવટી કમિટીના ચેરમેન શ્રીમતી ભદ્રાબેન જોષી દ્વારા Van Urban forest side(શહેરી જંગલ વિસ્તાર) અલથાણ, સુરત.ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળાના ધોરણ-5 થી 8 આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને ક્લાર્ક આ કાર્યક્રમમાં જોડાયા હતા તથા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના એજ્યુકેશન હેડ શ્રી વિપુલભાઈ ગોહેલ અને પ્રતિનિધિ શ્રીમતી આશિયાબેન જનાબ પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી રોહનભાઈ લાડવીયાએ કર્યું હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણ ટ્રાવેલિંગ(મુસાફરી) ખર્ચ આપવામાં આવ્યો હતો.
.jpg)